શ્રાવણીયો જુગાર પ્રાસંગિક મનોરંજન કે સામાજિક બદી.!??
શ્રવણ માસ ની શરૂઆત થાય, તેની સાથે છપાઓ માં જુગરિયાઓ ના સમાચારો માં પણ વધારો શરૂ થઈ જાય. ક્યાંક નાનો જુગાર પકડાય તો ક્યાંક લાખો રૂપિયા તેમજ ઘરેણા-દગીનાઓ સાથેના મોટા મોટા પાયાના જુગાર ઝડપાઇ છે.
ત્યારે એ માનવું રહ્યું કે શ્રવણ માસ દરમિયાન સૌથી વધુ જુગાર ઝડપાઇ છે તેનું કારણ શ્રવણ માસ માં જુગાર રમવાની કોઈ મનોરંજક પ્રથા હોઈ શકે. કદાચ આ પ્રાસંગીક મનોરંજન હોઈ તો ખરેખર આ જુગાર રમવાની પ્રાસંગીક મનોરંજન પ્રથા સમાજ માં મોટા ગુનેગારો અને અસામાજિક તત્વોનું કારખાનું બન્યું કહેવાય. કારણ કે જુગાર એક એવી રમત છે કે જુગારમાં ધન દોલત હારેલા વ્યક્તિ તેમાંથી જ પાછું મેળવવા ની આશાએ વધુ રમે છે અને જીતતો વ્યક્તિ હજુ વધુ ભેગું કરી લવ ની આશાએ રમતો હોઈ છે. જેના કારણે લોકો કંગાળ બની જાય તોય રમવાનું મૂકી ન શકે. એક વ્યસન જેવી રમત કહી શકાય. હાલ, આપડે પ્રાસંગીક મનોરંજન માટે ઘડી બે ઘડી રમતા હોઈએ, પણ આપણા જ સમાજ માંથી એવા વ્યક્તિઓ નીકળે કે જેને જુગારની લત લાગી જાય છે. અને શ્રાવણ માસ જ નહીં પરંતુ બારે-માસ જુગારનો ધંધો ચાલુ કરી દે છે અને આ શ્રાવણીયો જુગાર પ્રાસંગીક મનોરંજન માંથી સામાજિક બદી બની જાય છે. જુગારની આદત માણસ ને ચોરી કરવા અને લૂંટ કરવા પ્રેરે છે. કારણ કે જુગાર માં ઘર બરબાત થાય બાદ રૂપિયા મેળવવા માણસને ન કરવાના કામો કરાવે છે. ને સમાજમાં ક્લપના બહારની અડચણો પેદા કરે છે. ખાસ કરીને યુવાનો ઉપર આની અસર વધુ પડે છે ને યુવાનો નું કરિયર બરબાદ કરી નાખે છે. કેટલાય ના હસતા ખેલતા ઘરને રધ્ધિ વગર ના કરી મૂક છેે.
આમ,શ્રાવણીયો જુગારએ પ્રાસંગીક મનોરંજન માંથી પરિવર્તન પામતી સામાજિક બદી જ કહેવાય.
-મિલન કંટારીયા, નાની બાણુંગાર.
-મિલન કંટારીયા, નાની બાણુંગાર.
Nobat Akhbaar ma Abhipray
Comments
Post a Comment