Free Seminars On Birds introduction and Marine Life for Schools, College, University etc. Nature Awareness.

 નમસ્તે 🙏

      પર્યાવરણ જાગૃતિ હેતુ વિદ્યાર્થી મિત્રો માટે ખાસ ફ્રી સેમિનાર


અમે નીચે મુજબના વિષય પર ફ્રી સેમિનાર નું આયોજન કરીએ છીએ.. 


 1) પક્ષી પરિચય અને દર્શન (Birds Introduction) 

By Tofik Bukhari


 2) પરવાળા અને સમુદ્રી જીવન (Corals)

 By Milan Kantariya


 સેમિનાર સમય (Duration) : 2 કલાક.

Free seminar on wildlife in Rajkot



તોફિક બુખારી નો ટુંકો પરિચય : તોફિકભાઈ ઘણા સમય થી જામનગર જિલ્લામાં વિવિધ પ્રકૃતિક સ્થળોએ વન્યજીવો ને લાગતી પ્રવૃત્તિઓ કરે છે. ખાસ કરીને જામનગર જિલ્લાનાં અલગ અલગ જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષી દર્શન કરેછે અને કરાવે છે. તેઓ ઘણા સમયથી ગુજરાત સરકાર દ્વારા વિવિધ અભ્યારણો અને મરીન નેશનલ પાર્ક માં ચાલતા NEC - પ્રકૃતિ શિક્ષણ શિબિરો માં રિસોર્સ પર્સન તરીકે સેવા આપેલ છે તેમજ પોતાના આગવા જ્ઞાનના અંદાજથી ઘણા વિદ્યાર્થી મિત્રોને પક્ષી દર્શન નો શોખ કેળવવા પ્રોત્સાહિત કરેલ છે. 


તેઓ જામનગર વન વિભાગ સાથે સંકળાયેલા છે અને સર્પ સંરક્ષણ નું કાર્ય કરે છે. તેઓ વિવિધ સંસ્થાઓ માં પણ પ્રકૃતિક પ્રવાસન ક્ષેત્રે પોતાની સેવા આપે છે.


 આપણી આસપાસ જોવા મળતા સામન્ય અને યાયાવર પક્ષીઓ ની યાદી હમેશા તોફીક ભાઈ પક્ષી દર્શન દરમિયાન બનાવે છે. અત્યારે 194+ પ્રકારના પક્ષીઓની ઓળખ કરેલ છે અને તે  ડેટા ebird. કોમ માં આ વર્ષનો છે. તેઓને સેમિનારમાં સાંભળવા એક લાહવો છે.


મિલન કંટારિયા નો ટુંકો પરિચય : મિલનભાઈ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. જામનગર વન વિભાગ સાથે રહીને સર્પ સંરક્ષણ નું કાર્ય કરે છે. તેઓએ SVIM આબુ, રાજસ્થાન સંસ્થામાં પર્વત આરોહણ કરેલ છે અને સ્કૂલ કોલેજ નાં વિદ્યાર્થીઓ માટે નેચર અને એડવેન્ચર શિબિરમાં સાહસિક પ્રવૃત્તિઓ શીખવે છે. તેઓ જામનગર જિલ્લાના મરીન નેશનલ પાર્ક માં દેશી અને વિદેશી મુલાકાતીઓને માર્ગદર્શક તરીકે પ્રવાસ કરાવે છે. 


મિલન ભાઈ ઘણા સમયથી ગૂજરાત સરકાર દ્વારા વિવિધ અભ્યારણો અને મરીન નેશનલ પાર્ક માં ચાલતા NEC- પ્રકૃતિક શિક્ષણ શિબિરો માં "રીસોર્સ પર્સન" તરીકે સેવા આપેલ છે.


હાલ તેઓ પક્ષી દર્શન અને મરીન લાઇફ ટુર ઓપરેટર તરીકે કાર્ય કરે છે.

 જામનગર વન વિભાગ દ્વારા યોજાતી પક્ષી ગણતરી, ગુડખર વસ્તી અંદાજ કચ્છ, ખીજડિયા પક્ષી અભયારણ્ય નું ફ્લેમિંગો પક્ષી ગણતરી વગેરે ઇવેન્ટમાં સહકાર આપીને પોતાની નિસ્વાર્થ સેવા પ્રકૃતિ સંરક્ષણ ક્ષેત્રે આપે છે. 



 જો તમે પણ આપની શાળા, કોલેજ, યુનિવર્સિટીમાં આ પ્રકારનો સેમિનાર યોજવા ઈચ્છતા હોય તો નીચે મુજબ વિગત અમને મોકલી આપશો...


સંસ્થાનું નામ :

તારીખ :

સમય :

 નોંધ: સંસ્થા પાસે પ્રોજેક્ટર હોવું જરૂરી છે...📹


સંપર્ક:-

 ☎️ 9979666483, 

📩 kantariyamilan222@gmail.com

Comments

Popular posts from this blog

Snake and Birds Rescue Helpline Number of Jamnagar. પક્ષી અને સાપ બચાવવા હેલ્પલાઇન નમ્બર જામનગર

અભયારણ્ય_એટલે_શું. ? what is the Sanctuary?

Tide Times of Narara, Marine National park Jamnagar. gujarat