ખોવાય ગયેલ ફોન, પાછો મળી ગયો. આભાર સુભાષભાઈ

તિરૂપતિ એડવેન્ચર પાર્ક આવી ગયા. વિવિધ પ્રકારની રાઈડસ ત્યાં છે જેમકે ફ્લાઈંગ ફોક્સ, કમાન્ડો નેટ, કૅમાન્ડો બ્રિજ, ક્રોકોડાયલ ટનલ, તેમજ વિવિધ પ્રકારની ચકડોર પણ....
બસ, એવો ઉત્સાહ કે  ઝડપ થી મારા મીત્રો સાથે આ અકટીવીટીસ ને એન્જોય કરવી. ત્યાં અલગ અલગ જગ્યાએ 7 અજાયબીઓ પણ રાખેલ છે. જાણે આબેહૂબ તેને નિહાળતા હોઈ એવો અનુભવ થાય.
નવલકથા તિરુપતિ એડવેન્ચર પાર્ક, વડોદરા best places to visit in baroda gujarat

આ જોતા જોતા હું અને મારા બે મિત્રો વિપુલ અને પ્રકાશ, પાર્ક માં ફરી રહ્યા હતા. પૂરો પાર્ક ખુબજ એન્જોય સાથે ફર્યા... ફોટાઓ પડ્યા.. એકટિવિટીસ કરી..
હવે પાછુ જવાનું થયું. પાર્ક માંથી બહાર નીકળતા હતા. સામે અમારા સર મળ્યા. તેઓ કહ્યું, " ચાલો.. હવે ટાઈમ થઈ ગયો, બસ આવી ગઈ છે. પાર્ક ના ગેઇટ પાસે ઊભા રહેજો".
"હા, સર.. અમે બહાર જ જઈએ છીએ પણ પાર્ક ની બીજી બાજુ એફિલ ટાવર, ચકડોર રાઈડ વગેરે જોવાનું બાકી છે બે મિનિટ માં જોને આવીએ" મેં કહ્યું. અને  ત્યાંથી તે પાર્ક ની બાજુ ગયા. હું ને મારા બને મિત્રો,  એફિલ ટાવર જોયું. જાણે પેરિસમાં જ હોઈ તેવો અનુભવ.. અમે ત્રણે એ ફોટા પાડયા. મારા ફોન દર વખત ની જેમ પ્રકાશને આપી દઉં. તે મને ફોટા પાડી આપતો હતો.
પછી ત્યાં ગોળ ગોળ ચકડોર હતું જેમાં 4 રોપ હતા, જેને પકડીને ગોળ રાઉન્ડમાં એકદમ ઝડપ થી દોડવાનું અને પછી લટકાઈ જવાનું, અને તે ફર્યા કરે. તેનો પણ વિડિઓ બનાવયો.
બસ, પછી તો મોડું થતું હતું એટલે ઉતાવળે ત્યાંથી મસ્તી કરતા કરતા ત્યાંથી નીકળી ગયા. બહાર નીકળ્યા એક ફોટો પાડવો હતો એટલે મેં જોઉં, તો ફોન મારી પાસે નતો. વિપુલને કહ્યું ફોટો પાડવા.. તેવામાં પ્રકાશ આવ્યો એટલે મેં કહ્યું, "મારો ફોન આપતો, ફોટો પાળવો છે."
પછી શું થયું??  નથી કેવું...
પણ ફોન ખોવાય ગયો હતો.હું ને પ્રકાશ બંન્ને એકદમ ઝડપથી દોડતા દોડતા ત્યાં છેલ્લે હતા એ જગ્યાએ ફરી પાછા આવી ગયા. ત્યાં આજુબાજુ જોયુ... ક્યાય પણ ફોન ના મળ્યો. ત્યાં 4-5 લોકો હતા તેને પૂછ્યું.. તેઓ કહ્યું અમે હજુ આવ્યા જ છીએ.
આમ પણ અમે ત્રણ મિત્રો, અમે બે ક અજાણ્યા માણસો ફરતા હતા તેપણ જતા રહ્યા હતાં, અમે પણ જતા રહ્યા હતા. ત્યાર બાદ કોઈ હતું જ નઇ. એટલે ત્યાં કોઈ આવ્યું હોય તેવું 80% લાગતું જ નહોતું. વળી તે જગ્યાએ બધે જોયું. પછી બીજા તો કોઈ હતાજ નહીં. સાંજ થઈ ગઈ હતી. પાર્ક બંધ થવાનો જ હતો. ત્યાંના કોઈ લોકલ માણસો પણ દેખાતા નોહતા. વિપુલ દોડતો આવ્યો, તેને અમે બધી વાત કરી. પછી મનેતો કઈ સૂઝતું નહતું.. અને કઈ થઈ શકે તેમ પણ નહતું.. ફોન ખોવાય ગયો હતો.
અંતે, ફરી દોડતા દોડતા ટિકિટ બારીએ કહ્યું. તેઓ એ પણ "હવે કઇ થાય નહીં." તેવું કહી દીધું. સાચીજ વાત હતી ને સેકડો માણસો પાર્ક માં આવ્યા હતા. કોને કોને પૂછવું..
ત્યાં બહાર બધા આવી ગયા હતા. જમવાનું થઈ ગયું હતું. પછી "જે થયુ તે થયું હવે ભૂલી જાવ", "જો હોતા હૈ અચ્છે કેલિયે હોતા હૈ" આવી વાતો કરતા કરતા જમવા જતા રહ્યા. દુઃખ થયું. :-(  પણ શું થાય....!!?
અમે ત્રણેય ભેગા જમી રહ્યા હતા. ફોનની જ વાતો ચાલુ હતી. શુ થયું કાઈ સમજાતું જ નૉહતું. પૂરો દી' જે ફોનથી ફોટા લીધા. જ્યાં જાયે ત્યાં સેલ્ફી- ફોટા...
અને અચાનક તે ફોન નું ખવાય જવું. કઈ સમજાતું નહોતું. જે થયું તે.. હવે શુ!? કઇ થાય નહીં.
વિપુલે કહ્યું " યાર. મને તો સાચુજ લાગતું નથી કે ફોન ખોવાઇ ગયો છે!"
આ બન્યું જ એટલી જલ્દીથી કે માન્ય માં ના આવે.. પણ હવે શું થાય.
આવી પરિસ્થિતિ હતી, અમે જમી રહ્યા હતા, એટલામાં જામનગર થી મારા એક મિત્ર, ગિરીશનો મારી પાસે એક કિપેડ ફોન છે તેમાં આવ્યો. તેને મને કહ્યું કે " તું તિરૂપતિ પાર્ક છો?"
"હા...!" મેં આશ્ચર્ય થી કહ્યું. "મને કોઈક ભાઈ નો કોલ આવ્યો હતો, તેને એક ફોન મળ્યો છે. તેને તારું નામ લીધું એટલે મેં તને કોલ કર્યો, હવે તેના નમ્બર SMS કરું છું તેઓ સાથે વાત કરી લે." ગીરીશે કોલમાં કહ્યું. "હા... ઝડપથી મોકલ" એકદમ અકલ્પનિય.. એક અલગ ખુશી સાથે.. દુઃખી ઉત્સાહ સાથે કહ્યું.
જે ફોન ખોવાયેલ હતો તેના જ નંબર તેને મને sms કર્યાં. મને થયું કે હવે કોલ લાગશે. મેં કોલ કર્યો..પણ...સ્વિચ ઓફ બતાવે... બીજી ટ્રાઇ કરી. વળી સ્વીચ ઓફ બતાવે....
પછી એજ નુમ્બર પરથી સામેથી કોલ આવ્યો. તેઓ સાથે વાત થાય કે તમારો ફોન મારી પાસે છે પાર્ક ના ગેઇટ પાસે આવીને લઇ જાવ. જમવા ની થાડી મુકી પડતી.. દોટ મૂકી ને ત્યાં ગેઇટ પાસે ગયો.
તે ભાઈ નું નામ "સુભાષ ભાઈ". તેઓને તે ફોન મળેલ. તેઓ તે પાર્ક માં જ કામ કરે છે. તેઓએ તે ફોન કરતા પોતાની ફરજને મહત્વ આપ્યું.
તેઓ પાસે જ્યારે હું ફોન લેવા ગયો હતો. ત્યારે વાત ચિત દરમ્યાન તેઓ એક સરસ મજાનું વાક્ય બોલ્યા " મારે શુ કરવો છે તમારા ફોનને!?" આ હતો તેનો સંતોષ નો ભાવ જે લગભગ આજ ના જમનામાં ખૂબ rare જ જોવા મળે. તેઓ ખરેખર ખૂબ મોટા દિલના માણસ છે.
તેઓનો અહીં હું ફરી આભાર માનું છું.. તેઓ ના કારણે મને ફોનજ નથી મળ્યો પણ મારી છેલ્લા બે વર્ષ ની સંગ્રહલ યાદો હંમેશ માટે ખોવાતી પાછી મળેલ છે. ખાસ કરીને ICA  ના ત્રણ મહીનાં ની ફોટોસ અને વિડિઓ રૂપે રહેલ મેમોરિસ.
-મિલન કંટારીયા
instagram.com/milan_kantariya/

Comments

Popular posts from this blog

Snake and Birds Rescue Helpline Number of Jamnagar. પક્ષી અને સાપ બચાવવા હેલ્પલાઇન નમ્બર જામનગર

અભયારણ્ય_એટલે_શું. ? what is the Sanctuary?

Tide Times of Narara, Marine National park Jamnagar. gujarat