લાગણીનો દરિયો.. પ્રકૃતિ માટે.. (Part :- 1)

આજે એક એવું વાક્ય બન્યું કે મારા મનમાંથી આતંકવાદીઓ નો ડર નીકળી ગયો.. જો આપણે સાચી લાગણી નથી સમજતા તો આતંકવાદીઓ જે કૃત્ય કરે છે તે જ કૃત્યો કરનારા આપણી આસપાસ હોયજ છે..
લાગણીનો દરિયો.. પ્રકૃતિ માટે.. (Part :- 1) gujarati heart touching story by milan


વાત કૈક એમ બની કે હું અમારા ગામથી 2km દૂર આવેલ એક ગામે, ખેતરના ગાડામાર્ગના રસ્તે થી જઇ રહ્યો હતો. અડધે રસ્તે પરશુરામ કાકાનું ખેતર આવે.ત્યાં હું પોહચ્યો અને જોયુ તો કાકા એકલા એકલા ખેતરના શેઢે કઈક જાડીઝાખરા સળગાવી રહ્યા હતા.
હું થોડી વાર ત્યાં ઉભો રહ્યો. થાક્યો'તો એટલે પાણીબાણી તેની પાસે થોડું પાણી ભરેલ હતું તે પીધું ને થોડી વાર ત્યાં ઉભો રહ્યો.. મને એક વિચાર થયો કે પરશુરામ કાકાને કામ, આ ખેતરમાં કરવું છે.. તો ખેતરના શેઢા પાળા માં શું હેરાન થાય છે??
પછી મેં કાકાને કહ્યું કે "કાકા, ઉનાળો આવ્યો છે એટલે તમારે હવે કઈ કામ નથી રહ્યું લાગતું.. આમ ખોટી મેહનત કરો છો..!!"
તેઓ કહે "ભાઈ.. હું કઈ ખોટી મેહનત નથી કરતો.."; "તો શા માટે તમારા ખેતરની આ કુદરતી વાડ ને સળગાવી રહ્યા છો.. એનો કઈ ફાયદો ખરો!?"
તેમને જવાબ આપતા કહ્યું કે, આ બધી નકામી વનસ્પતિ ને ઘાસ છે.. ઉનાળામાં શુકાય જાય એટલે તેના બી ખરી જાય. પછી ચોમાશું આવે એટલે વરસાદ માં શેઢા પાળા ની સાથે સાથે ખેતરોમાં પણ ઉગી નીકળે છે.. તેથી તેને સળગાવી દઈએ તો ઉગે નઈ...બસ. બીજું કંઈ ફાયદો નહિ..
આવી વાતો ચાલી રહી હતી ત્યા જ આગ શેઢા-પાળે સળગતી-સળગતી આગળ વધી રહી હતી.. તેવામાં જ મેં એક દ્રશ્ય જોયું ને ભર તડકામાં રુંવાડા ઉભા થઇ ગયા...
સળગી રહેલ શેઢા ની થોડેક જ આગળ થી એક સસલું પુર ઝડપે બહાર નીકળી ને ભાગ્યું.. થોડેક આગળ જઈને "ટેં.. ટેં.. ટેંટેં...ટેં..." એવાં મોટે મોટેથી... આવજ કરવા લાગ્યું, અને ભાગી ગયુ. મને થોડું આશ્ચર્ય થયું કે સામાન્યરીતે સસલાં.. ડરીને હંમેશા અવાજ કર્યા વગર ભાગી છૂટતા હોઈ છે ને આને આવી ચિચિયારીઓ શાને કરી હશે.!?
એટલે મેં તે જગ્યાએ જોયું જ્યાંથી તે ભાગ્યું.. ત્યા જાળી ઝાંખરા અને ઘાસ વધુ હતુ એટલે કંઈ બરોબર દેખાયું નહીં, બસ આગ ત્યાં પોહચી જ ગઈ હતી. એટલે ત્યાં નજીક જઈને જોવું શક્ય નોહતું.. તેથી મેં એક લાંબી લાકડી થી દુર ઉભા રહી ને જ થોડું ઘાસ ને જાળી આઘીપાછી કરીને જોઈયું તો, હું તો ઘાંઘો જ થઈ ગયો.. ત્યાં નાના નાના, રૂપકડા, ક્યુટ ક્યુટ, અને માશૂમ.. સસલાં ના બચ્ચાં હતા..
મેં લાકડી નો એક બાજુ ઘા કર્યો ને તરત જ પેલા નાના બચ્ચા ઓને બચાવવા ઘાસ તરફ દોડી ને બચ્ચાને બહાર કાઢવા ગયો.. કાકાને રાડ નાખી બોલાવીયા કૈક કરો પેલા બચ્ચા ત્યાં વાડમાં સળગી જશે... કાકા પણ દોડ્યા મેં તેને તે જગ્યા બતાવી, તેને ત્યાં આગ ઓલાવવા ધૂળ ની મુઠીઓ ભરીને આગ ઉપર નાખવા માંડ્યા, ત્યાં આજુબાજુ માં પાણી તો હતું નહીં... ત્યાંતો આગ એટલી ત્યાં ઝડપથી વધી ગઈ હતી કે... બધુજ જોત જોતા માં બળીને ખાખ થઇ ગયું.
કાકા એ નિશાશો નાખતા કહ્યું "બિચારા.. મારી ગ્યા. પણ ઓલી સસલીનેય આયજ વિહાવવાનું સૂયજુ હશે..." એમ કહેતા કહેતા તે કાકા ફરી તે શેઢા-પાળા ની જાળી ઝાંખરા ને સળગાવવા લાગ્યા. એટલે મારાથી રહેવાનું નઈ એટલે મેં તેને કહ્યું ". પરશુરામ કાકા.., હવેતો રેવા દો નહીંતર તમારા આ ફાયદા વગરના સ્વાર્થી કામમાં બિચારા કેટલાય મૂંગા જીવ મરી જશે...ખેતરની અંદર તમે કંઈ કરો તો તે વાજબી કેવાય પણ શેઢા પાળા ને નુકસાન ન કરો, તે હરિયાળા હોઈ તેજ શોભે.."
"ગગા.. એમાં એવું કંઈ ના હોઈ ઈ તો મર્યા કરે, આપડે આપણું કામ જોવાનું.." કાકા એ જવાબ આપ્યો. પછી મેં તેને સમજાવવા ઉલટી વાત શરૂ કરી, થોડા કાકાને લાગણી દુભાય તેવી પણ વાતું કરવી પડી પણ પરશુરામ કાકાની આંખો ઉઘડી ખરી..
...(ક્રમશ:)
__________________________________________
મિત્રો, આ એક મારી કલ્પનાની વાર્તા છે. મારો આ લખવાનો ઉદેશ લોકોમાં પ્રકૃતિ પ્રત્યે લાગણી ઉપજાવવાનો છે. જો તમને ગમ્યું હોઈ તો કૃપીયા આ બ્લોગ ને Follow  કરો.. અને તમારા તમામ મિત્રોને Share કરો.. વાર્તા કેવી લાગી તે નીચે કોમેન્ટ માં જાણવો..
(Part:- 2 Cooming soon)

instagram.com/milan_kantariya/

Comments

  1. This is naturelover. It is not for one soul, but for all creatures. Then it is not an illusion to kill the dog and save the lion.👌good...bro

    ReplyDelete
    Replies
    1. Plz.. Explain properly...
      What you can say

      Delete
    2. Plz.. Explain properly...
      What you can say

      Delete

Post a Comment

Popular posts from this blog

Snake and Birds Rescue Helpline Number of Jamnagar. પક્ષી અને સાપ બચાવવા હેલ્પલાઇન નમ્બર જામનગર

અભયારણ્ય_એટલે_શું. ? what is the Sanctuary?

Tide Times of Narara, Marine National park Jamnagar. gujarat